અમારા 'પ્રગતિ પાર્ટનર પ્રોગ્રામ' દ્વારા, અમે સશક્તિકરણ અને સામાજિક વિકાસના તરંગો બનાવવા માંગીએ છીએ. કમાણીની મોટી તક આપીને, અમે અમારા પ્રગતિ ભાગીદારોને ગરીબીના ચક્રમાંથી મુક્ત થવા અને તેમના પરિવારો માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સક્ષમ બનાવીશું.
યોર ટી ખાતે અમે અમારા પ્રગતિ ભાગીદારોને અમારા મિશનના મુખ્ય સ્તંભ માનીએ છીએ. જયારે તમે અમારી સાથે જોડાઓ છો, તમે સાચા અર્થમાં અમારા ભાગીદાર(પાર્ટનર) બનો છો. અમે માત્ર તમારી વૃદ્ધિમાં જ તમને મદદ નથી કરતા પરતું તમારી સફળતા માટે જરૂરી સાધનો પણ તમને આપીએ છીએ. અમે લક્ષ્ય રાખીએ છીએ!
અમે માનીએ છીએ કે, સામાજિક પરિવર્તન અને સમાજના વિકાસ માટે સૌને સમાન તક અને સારા ભવિષ્ય માટે દિશા મળવી જોઈએ..
અમારા પ્રગતિ પાર્ટનર પ્રોગ્રામ દ્વારા અમે અમારા પ્રગતિ ભાગીદારોને જરૂરી કળા અને આર્થિક સમૃદ્ધિથી સશક્ત કરીને સમાજમાં હકારાત્મક બદલાવ માટે પ્રતિબદ્ધ છીએ.
જ્યારે તમે યોર ટી સાથે જોડાઓ છો ત્યારે તમે તમારા માટે દુનિયાની તમામ શક્યતાઓને ખોલી નાખો છો. અમારી સંસ્થામાં સૌ માટે જગ્યા છે, પછી ભલે તમે અનુભવી હોવ કે તમે તમારી કારકિર્દીની શરૂઆત કરતા હોવ.