અમારી વાત - ચા સાથે પરિવર્તન
આ માત્ર ચા નથી, 'પોસિબિલી-ટી'નો કપ છે
આપનું સ્વાગત છે એવા વિશ્વમાં કે નફા કરતાં વધુ સર્વે લોકોની સુખાકારી રાખવા પાછળ વધુને વધુ સભાન છે.
YOR ટી એ એક ઝળહળતું ઉદાહરણ છે કે જ્યારે કંપની ટકાઉપણું, સામાજિક જવાબદારી અને ગુણવત્તાને જોડે તો કેવા સમાજનું નિર્માણ થાય.
શ્રેષ્ઠ ચા લાવવા ઉપરાંત, અમે ગ્રામીણ સમુદાયોને પણ સશક્ત બનાવી રહ્યા છીએ અને ભારતભરના લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી રહ્યા છીએ.
તેથી હવે જ્યારે તમે YOR ટીના કપમાં ચૂસકી લો, ત્યારે યાદ રાખજો કે તમે માત્ર સ્વાદના આહલાદ્ક મિશ્રણનો આનંદ નથી માણતા ; તમે એવી ચળવળમાં પણ યોગદાન આપી રહ્યાં છો જે વ્યક્તિઓને સશક્ત બનાવે છે, સમુદાયોનું ઉત્થાન કરે છે અને ટકાઉ ભવિષ્ય બનાવે છે. હાલમાં YOR ટીની કામગીરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાયેલી છે. અમારું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલું છે.
વિઝન
ચાનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બનવું એ અમારું વિઝન છે. YOR ટી એવી દુનિયાની કલ્પના કરે છે જ્યાં ઉચ્ચ ગુણવત્તાની ચા માત્ર બધા માટે સુલભ તો હોય જ પણ સાથે જ એકતા, સંપત્તિ અને કલ્યાણનું સર્જન કરવા માટેના વાહન તરીકે પણ કામ કરે.
મિશન
અમારું મિશન છે "સર્વે ભવન્તુ સુખિનઃ" એટલેકે સર્વે લોકો સુખી થાય.
યોર ટી ખાતે અમે લોકોની સુખાકારી માટે હરહંમેશ કાર્યશીલ છીએ.