તમારો
સાથીતમારી
ચા
યોર ટી માં આપનું સ્વાગત
01
★ યોર ટી માં આપનું સ્વાગત છે – અમે ચા થકી સમાજને સશક્ત કરીએ.
યોર ટી માં, અમે ઉચ્ચ ગુણવતા વાળી ચા ની વિવિધ પ્રોડક્ટ બનાવીએ છીએ, જેનો અમને ગર્વ છે. અમે માનીએ છીએ કે ચાના એક સંપૂર્ણ / પરફેક્ટ કપમાં તમારો જુસ્સો વધારવાની, સુખ-શાંતિની ક્ષણો બનાવવાની અને બે વ્યક્તિ સાથેનું મજબુત જોડાણ કરવાની શક્તિ છે. તે જ કારણસર, અમે હજારો કિલોમીટર દુર આસામ જઈને, ઉચ્ચ ગુણવત્તા વાળી ચાની પત્તી જાતે પસંદ કરીએ છીએ, જેથી તમને તમારી યોર ટીની દરેક ચૂસકીમાં શ્રેષ્ઠ સ્વાદનો અનુભવ થાય.
માત્ર એટલું જ નહિ કે, યોર ટી પસંદ કરીને તમે અદ્ભુત ચાનો સ્વાદ માણો છો પણ સાથે સાથે મોટા ઉદ્દેશ્યમાં તમારું યોગદાન પણ આપો છો.
★ અમારો ઉદ્દેશ
02
★ અમારો ઉદ્દેશ્ય
ગુણવત્તા
અમે ચા રસિકો અને ચા ઉત્સાહી માટે ખાસ આસામના ખેતરોમાંથી અમારા હાથે ચા પસંદ કરીએ છીએ.
સમૃદ્ધિ
અમે સમૃદ્ધ જીવનને ટકાવવા માટેની તકો ઉભી કરી રહ્યા છીએ.
સમાજ/ સમુદાય
અમે ભારતના પ્રથમ ચા સમુદાય (કમ્યુનીટી) કાર્યક્રમ દ્વારા ભારતને સશક્ત બનાવી રહ્યા છીએ.
• અમારી સ્ટોરી
03
★ અમારી સ્ટોરી – ચા સાથે પરિવર્તન
આ દુનિયામાં જ્યાં બીઝનેસ (વ્યવસાય)માં સૌ વધુ નફો મેળવવા માટે વધુ ને વધુ દોડી રહ્યા છે, ત્યાં યોર એ ટકાઉપણું, સામાજિક જવાબદારી અને ગુણવત્તાના સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ઉત્તમ ચા સિવાય અમે ગ્રામીણ સમુદાયના લોકોને અને ભારતના લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવા સશક્ત કરી રહ્યા છીએ.
અમારી કિંમત
04
વિઝન
ચાનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બનવું એ અમારું વિઝન છે. YOR ટી એવી દુનિયાની કલ્પના કરે છે જ્યાં ઉચ્ચ ગુણવત્તાની ચા માત્ર બધા માટે સુલભ તો હોય જ પણ સાથે જ એકતા, સંપત્તિ અને કલ્યાણનું સર્જન કરવા માટેના વાહન તરીકે પણ કામ કરે.
મિશન
અમારું મિશન છે "સર્વે ભવન્તુ સુખિનઃ" એટલેકે સર્વે લોકો સુખી થાય. યોર ટી ખાતે અમે લોકોની સુખાકારી માટે હરહંમેશ કાર્યશીલ છીએ.
YOR ટીનું અન્વેષણ કરો
05
• પ્રગતિ પાર્ટનર પ્રોગ્રામ
06
પ્રગતિ
પાર્ટનર
પ્રોગ્રામ
અમારા પ્રગતિ પાર્ટનર પ્રોગ્રામ દ્વારા અમે સશક્તિકરણ અને સામાજિક વિકાસની એક લહેર લાવવા માંગીએ છીએ. અમે અમારા પ્રગતિ ભાગીદારોને કમાવવાની તકની સાથે તેમને ગરીબીમાંથી મુક્ત થવા અને તેમના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તરફ લઇ જવા માંગીયે છીએ..
જરૂરી કૌશલ્ય-વિકાસ અને તાલીમ આપીને, યોર ટી લોકોને તેમના જીવન અને કારકિર્દીમાં આત્મનિર્ભર બનાવામાં મદદ કરે છે. યોર ટીની આ સફરમાં જોડાઓ અને કંઈક શ્રેષ્ઠ કરવામાં સહભાગી થાઓ.
વધુ વાંચો